Surat News: સૂરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં અપહરણ બાદ હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે. એક વ્યક્તિ 3 દિવસથી ગુમ થયાં હતા જેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસમાં આખરે ગુમ થયેલ વ્યક્તિનો હત્યા કરાયેલ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો.

