સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાના પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક શખ્સો દ્વારા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સરકારની સેવાનો દુરુપયોગ કરતા હોય છે. એવામાં આરોપીએ લિયો ક્લાસીસના સંચાલક પાસે 4.50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. અપક્ષનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ ખંડણી લેતા રંગે હાથ ઝડપાયા હતા. ખંડણીને મામલે એસ.ઓ.જી.એ પ્રકાશ દેસાઈની ધરપકડ કરી છે.

