
Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધી ગઈ છે.આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં જાનહાનિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આવી જ ઘટના સામે આવી હતી વઢવાણ-સુરેન્દ્રનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત જે સ્થળે થયો તેની નજીક પોલીસ સ્ટેશન હતું. છતાં અકસ્માત જેવી ઘટના બની હતી. યુવકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરમાં અકસ્માતની વણઝાર યથાવત્ જોવા મળી છે. આજે સોમવારે માર્ગ અકસ્માતમાં વધુ એક યુવકે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. વઢવાણ-સુરેન્દ્રનગર હાઈવે પર બી ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે કાર તેમજ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે બાઈકચાલક યુવકનું મોત થયું હતું. અકસ્માતને લીધે લોકોનાં ટોળાં એકઠા થયા હતા. બનાવ અંગેની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. યુવકના મોતને પગલે તેના પરિવારમાં શોક ફેલાયો હતો.