Home / Gujarat / Tapi : Threat to the president of Tapi District Health Workers' Association

Tapi News: તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખને ધમકી આપવામાં આવી

Tapi News: તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખને ધમકી આપવામાં આવી

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશ ગામીતને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રમુખને આરોગ્ય કર્મચારી મહામંડળના કાર્યકર ધ્વારા ધમકી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આરોગ્ય કર્મચારી મહામંડળના કાર્યકર દ્વારા એવી ધમકી અપાઈ કે, ગાંધીનગર ખાતે આવો તો જાનથી મારી નાખશું એવી ધમકી આપવામાં આવતા સોશિયલ મીડિયા ગૃપ અને સંગઠનમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાવનગરના સંજય રાઠોડ દ્વારા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખને ધમકી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ સોશિયલ મીડિયા ગૃપમાં અપાઈ હતી.તેમના દ્વારા નિવેદન અપાયું કે જો મને કંઈ થશે તો મહાસંઘના રણજીતસિંહ મોરીની સંપૂર્ણ જવાબદારી રહેશે . અચોક્કસ મુદત ની હડતાળ અંતર્ગત ધમકી આપવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. જો કે આ ઉપરાંત જામનગર અને તાપી જિલ્લાએ મીટિંગમાં નથી આવાનું એવું પણ કહેવામાં આવ્યું છે. 

Related News

Icon