
Surendranagar News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેગકાયદેસર બાંધકામને તોડી પાડવ માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. એવામાં સુરેન્દ્રનગરમાં અસામાજીક તત્વોના ગેરકાયદેસર બાંધકામને તોડી પડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર વિસ્તારમાં 3 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આવારા તત્વોએ ગેરકાયદેસર મકાનો ઉભા કર્યા હતા.
આવારા તત્વોઆલીશાન મકાનોમાં વસવાટ કરતા હતા. આખરે પોલીસ અને પ્રશાસન વિભાગની ટીમોને સાથે રાખી પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આવારા તત્વોના ઘરો પર હવે બુલડોઝર ફરી વળ્યું છે. જોરાવરનગરના રતનપર સહિતના વિસ્તારોમા પાકા મકાનો તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જેને પગલે આવારા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.