
Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 1 કરોડના દારૂના દરોડામાં પી.આઈ સહિત 6ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. DIGની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
SMCની કાર્યવાહીને લઈને DIG ગિરીશ પંડ્યાએ કર્યા સસ્પેન્ડ
PI આઈ.બી.વલવી, UHC છગનભાઈ માયાભાઈ ગમારા, ACP હિતેશભાઈ ગોરધનભાઈ, UPC ભરતભાઇ રણુભાઇ, UPC રવિરાજ મેરૂભાઇ ખાચર અને UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1.29 કરોડની કિંમતનો વિદેશી દારુ ઝડપાયો હતો
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને રૂ.1.19 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 8596 વિદેશી દારૂની બોટલો જપ્ત કરીને 10 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.