
Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી સોશિયલ મીડિયા પર સરકારી કર્મચારીઓને બદનામ કરતી ગેંગ ઝડપાઇ હોવાનું સામે આવી રહ્યું છે. આ ગેંગ દ્વારા સરકારી કર્મચારીઓને બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવવામાં આવતા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા 7 ઇસમોની અટકાયત કરાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કુલ 14 ઈસમો ભેગા મળીને સરકારી કર્મચારીઓને બદનામ કરી રૂપિયા પડાવતા હતા. પોલીસ, આરોગ્યકર્મીઓ, મહિલાઓ, કોન્ટ્રાક્ટરો તથા સામાન્ય નાગરિકોને બદનામ કરી રૂપિયા પડાવવામાં આવતા હતા. અંતે આરોપીઓને ઝડપી ગુનાઓ દાખલ કરી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.