
Surendranagar News: ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી ગેકાયદેસર કામ કરનારા લોકો ઝડપાય છે. એવામાં સુરેન્દ્રનગરના થાનમાંથી ગેરકાયદેસર ગેસ સીલિન્ડરનું ગોડાઉન ઝડપાયું છે. પ્રાંત અધિકારી સહિત ટીમે દરોડા પાડ્યા અને LPG ગેસના સિલિન્ડર સહિત ગોડાઉન જપ્ત કરવામાં આવ્યું છે. 100થી વધુ સિલિન્ડરો ગોડાઉનમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. 6.63 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં હવે ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના ગોડાઉન ખુલવા લાગ્યા છે. મળતી વિગતો અનુસાર, ગેસ ગોડાઉન પરથી ગેરકાયદેસર LPG ગેસ સિલિન્ડરનું વિતરણ પણ કરવામાં આવતું હોવાનો તપાસમાં ધડાકો થયો છે. તેમજ સંચાલકો પાસે લાઇસન્સ પણ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. તાત્કાલિક ગોડાઉન સિલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.