
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ધર્મેશકુમાર તળશીભાઈ પેઢડીયા અને પ્રજાજન રાજુભાઈ રામજીભાઈ વસોયા રૂ. 3000 ની લાંચ લેતા ઝડપાયા છે.
https://twitter.com/ACBGujarat/status/1939640500727730366
પ્લોટના ગામ નમુના નંબર-૨ નો ઉતારો આપવા માંગી હતી લાંચ
ફરીયાદીના વઢવાણ તાલુકાના વડોદ ગામે બે પ્લોટ આવેલા હોય જે બન્ને પ્લોટના ગામ નમુના નંબર-૨ નો ઉતારો લખતર ગ્રામ પંચાયત તલાટી ધર્મેશકુમાર તળશીભાઈ પેઢડીયા પાસે માંગતા તલાટીએ ફરીયાદી પાસે પ્રજાજન રાજુભાઇ રામજીભાઇ વસોયા મારફતે રૂ. 3000નો વહીવટ કરવો પડશે તેમ કહી રૂ. 3000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રાજુભાઇ વસોયાને આપી દેવા જણાવ્યું હતું. ગેર-કાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન રાજુભાઇ વસોયાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેર-કાયદેસર લાંચના નાણાં રૂ. 3000 સ્વીકારી લાંચીયા તલાટી ધર્મેશકુમાર તળશીભાઈ પેઢડીયા તથા રાજુભાઇ વસોયાએ એકબીજાને મદદગારી કરતા પકડાઇ જઇ ગયા હતા. સમગ્ર મામલે એસીબીએ ગુન્હો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.