Home / India : Tamil Nadu CM Stalin supports Uddhav-Rajan in language dispute; says -

ભાષા વિવાદમાં ઉદ્ધવ-રાજને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનનું સમર્થન; કહ્યું- 'હિન્દી થોપવા વિરૂદ્ધ એક થાઓ'

ભાષા વિવાદમાં ઉદ્ધવ-રાજને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનનું સમર્થન; કહ્યું- 'હિન્દી થોપવા વિરૂદ્ધ એક થાઓ'

CM Stalin supports Uddhav-Raj Thackeray : તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઉદ્વવ અને રાજ ઠાકરેનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને અહીંની જનતાએ પેઢીઓથી હિન્દી લાદવાને લઈને સંઘર્ષ કર્યો છે, હવે આ સંઘર્ષ રાજ્યની સીમાઓ વટાવીને મહારાષ્ટ્રમાં પણ એક મજબૂત વિરોધ તરીકે ઉભરી આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુખ્યમંત્રી સ્ટાલિને શું કહ્યું?

સ્ટાલિને 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, 'ભાજપ એ શરત રાખે છે કે, તમિલનાડુમાં હિન્દી ત્રીજા ભાષા તરીકે ભણાવવામાં આવે, ત્યારે જ કેન્દ્ર સરકાર ફંડ આપશે. હવે બીજી વખત મહારાષ્ટ્રમાં જનતાના આક્રોશને લઈને ભાજપ પાછળ હટવા મજબૂર થઈ છે.'

સ્ટાલિને કહ્યું કે, 'મુંબઈમાં આજે ભાઈ ઉદ્વ ઠાકરેના નેતૃત્વમાં હિન્દી લાદવાના વિરુદ્ધમાં થયેલી વિજય રેલીમાં જુસ્સાદાર ભાષણોએ અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. હું જાણું છું કે, કેન્દ્ર સરકાર જે ફક્ત હિન્દી અને સંસ્કૃતના પ્રચાર-પ્રસારમાં લાગેલી રહે છે અને રાજ ઠાકરેના સવાલોના કોઈ જવાબ નહીં આપી શકે.'

મુખ્યમંત્રી સ્ટાલિને સરકારને સવાલો કર્યા કે, કેન્દ્ર સરકારે બદલાની ભાવનાથી તમિલનાડુના બાળકોના શિક્ષણ માટે 'સમગ્ર શિક્ષા અભિયાન' હેઠળ 2152 કરોડ રૂપિયાનું ફન્ડિંગ રોકવાનું વલણ બદલાશે? શું તે તાત્કાલિક આ રકમ આપશે, જે તમિલનાડુનો કાનૂની અધિકાર છે?

તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું કે, 'રાજ્યની જનતાનું આ સંઘર્ષ માત્ર ભાવનાત્મક નથી, પરંતુ બૌદ્ધિક, તાર્કિક અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાની રક્ષા કરવા માટે છે. આ નફરતથી નહીં, અધિકાર અને સમ્માનની ભાવનાથી પ્રેરિત છે. જે લોકો ઈતિહાસ જાણ્યા વિના કહે છે કે, હિન્દી શીખો, નોકરી મળશે, તેમણે હવે સુધરવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં ઉઠેલો અવાજ તેમની આંખો ખોલવા માટે પૂરતો છે.'

સ્ટાલિને કહ્યું કે, 'અમે આ ભાષાકીય ભેદભાવ, તમિલ ભાષાની ઉપેક્ષા અને કીલાડી જેવી સંસ્કૃતિની ઉપેક્ષાને હવે સહન નહીં કરીએ. ભાજપે તમિલો અને તમિલનાડુ સાથે કરેલા વિશ્વાસઘાતનું પ્રાયશ્ચિત કરવું પડશે. જો તે પોતાનો રસ્તો નહીં સુધારે, તો તમિલનાડુ ફરી એકવાર તેમને એવો પાઠ શીખવશે જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. ચાલો આપણે એક થઈએ. તમિલનાડુ લડશે, તમિલનાડુ જીતશે.'

 

Related News

Icon