
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તાર સહિત મણિનગરમાં 13.96 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી આજે પોલીસના સકંજામાં આવ્યો હતો. આરોપીએ મોંઘી ઘડિયાળ, સોના અને ચાંદીના દાગીના ચોરી કર્યા હતા.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં દર્શીલ ઠક્કરના ઘરે આરોપી અર્જુન ચુનારાએ ચોરી કરી રૂપિયા 13.96 લાખની ચોરી કરી હતી. જેમાં દાગીના સામેલ હતા. આરોપી ચોરી દરમ્યાન સીસીટીવીમાં કેદ થયો હતો. જો કે, પોલીસ જ્યારે ચોરી અંગે આરોપીને ઝડપવા જતી વખતે ડોગને જોઈ આરોપી પડી ભાંગ્યો હતો. આરોપી પોલીસની પૂછપરછમાં મણિનગર, પાલડી સહિતના વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું.