
રવિવારે યુપીના અલીગઢમાં એક તાલીમી વિમાન ક્રેશ થયું. આ ઘટનામાં વિમાન ઉડાડનાર પાયલોટનો માંડ માંડ બચાવ થયો હતો.
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધનીપુર હવાઈ પટ્ટી પર રવિવારે એક તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાન ઉડાડનાર પાયલોટનો માંડ માંડ બચાવ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન એરપોર્ટની દિવાલ સાથે અથડાયું હતું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ટ્રેઇની પાયલોટ તાલીમ લઈ રહ્યો હતો. આ અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.