Home / Gujarat / Kutch : Serious accident between bike tempo on Bardoli-Mandvi road

બારડોલી-માંડવી રોડ પર બાઇક ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત, ઓવરટેક કરવા જતાં વાહનચાલકનું મોત

બારડોલી-માંડવી રોડ પર બાઇક ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત,  ઓવરટેક કરવા જતાં વાહનચાલકનું મોત

ગુજરાત માટે રવિવારનો દિવસ ભારે ગમગીન ભર્યો રહ્યો છે. આજે રાજ્યમાં અલગ-અલગ ત્રણ અકસ્માતો સર્જાયા છે. જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે બારબોડી-માંડવી રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સર્જાઇ છે. બારડોલીના કડોદ નજીક ટેમ્પોને ઓવરટેક કરવા જતાં બાઇક ચાલક ટ્રક નીચે આવી જતાં કચડાઇ ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માથું 'ટ્રક નીચે આવું જતાં તે કચડાઇ ગયું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર સાજન રાઠોડ નામનો વ્યક્તિ (રહે. કામરેજ ડુંગરા) બાઇક લઇને પૂરપાટ ઝડપે જઇ રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પાને ઓવરટેક કરવા જતાં બાઇક ટેમ્પાના પાછળના ભાગે અથડાઇ હતી. અકસ્માતમાં સાજનભાઇનું માથું 'ટ્રક નીચે આવું જતાં તે કચડાઇ ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.  

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કેસની તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. 

 
Related News

Icon