ગુજરાતમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે દાહોદ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે દાહોદ નજીક રામપુરા હાઈવે પર ટ્રક અને મીની લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતની ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
12 લોકોને ઈજા પહોંચી
આ બસ અયોધ્યા જઈ રહી હતી, ઉલ્લેખનીય છે કે ખંભાતથી ઓમકારેશ્વર અયોધ્યા જતા ભક્તોને અકસ્માત નડ્યો હતો.હાઈવે પર આગળ જતા ટ્રકને મીની લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા બનાવ બન્યો હતો. ઘાયલોને એમ્બુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.