યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે UPI ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પેમેન્ટ મેથડ છે અને તે સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે. UPI કોઈપણ વ્યક્તિને સરળતાથી પેમેન્ટ કરવા માટે જાણીતું છે. જોકે, તેની મદદથી ઘણા ફ્રોડ કરનારાઓ ફ્રોડ પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમયાંતરે નવા નિયમો અને અપડેટ્સ જારી કરી રહ્યું છે.

