Home / Gujarat / Gir Somnath : Income Tax Department issues notice of Rs 115 crore to a young man working in a hotel

ગીર સોમનાથ: ઇન્કમટેક્સ વિભાગે હોટલમાં કામ કરતા યુવકને ફટકારી 115 કરોડ રૂપિયાની નોટિસ 

ગીર સોમનાથ: ઇન્કમટેક્સ વિભાગે હોટલમાં કામ કરતા યુવકને ફટકારી 115 કરોડ રૂપિયાની નોટિસ 

ગીર સોમનાથ: વેરાવળ ઇન્કમટેક્સ વિભાગે એક સામાન્ય વ્યક્તિને 1 અબજ 15 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. કોડીનારમાં હોટલમાં નોકરી કરતાં સામાન્ય વ્યક્તિને નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોડીનારમાં હોટલમાં નોકરી કરતાં આસીફ મહમદ નામના વ્યક્તિને ઇન્કમટેક્સ વિભાગે 1 અબજ 15 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. નોટિસ મળતા જ  મળતા સામાન્ય આસીફ મહમદ ગભરાઈ ગયો હતો. આસીફ મહમદને એક નહીં પણ ત્રણ-ત્રણ વાર નોટિસ ફટકારી છે. આસીફનાબેન્ક ખાતામાં માત્ર 475 રૂપિયા છે. કોડીનારમાં હોટલમાં 10 હજાર રૂપિયાના પગારથી આસીફ મહમદ નોકરી કરે છે.

વેરાવળ ઇન્કમટેક્સ વિભાગનો છબરડો કે પછી આ વ્યક્તિના નામે કોઈ એ કૌભાંડ કર્યું તે અંગે ચર્ચા થઇ રહી છે. આસીફ દ્વારા પોતાને ખોટી નોટિસ મળ્યાની પણ લેખિત રજુઆત કરી છે.

 

Related News

Icon