
Vadodara શહેરના દાંડિયા બજાર રોડ પર આવેલી એક ખાનગી શાળામાં ધોરણ સાત ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કરતી દીકરીની સાથે અન્યાય થતા હોવાના વાલીના આક્ષેપને પગલે ખળભળાટ મચ્યો છે.
બાળકીને યુરિનનો પ્રોબ્લેમ હોવાથી આગાઉ વાલી દ્વારા બાળકીને વારંવાર યુરિન માટે જવું પડતું હોવાથી યુરિન માટે જવા દેવા અંગે તબીબી સર્ટિફિકેટ આપ્યું હોવા છતાં યુરિન કરવા માટે વૉશ રૂમ જવા નહિ દેવામાં આવતી હોવાના વાલીએ આક્ષેપ કર્યા હતા. જેના લીધે વિદ્યાર્થિનીનાં માતા-પિતા સ્કૂલમાં દોડી જઈ પોતાની વ્યથા ઠાલવી હતી. એક તરફ સરકાર કહી રહી છે, બેટી બચાવો બેટી પઢાવો,ત્યારે દીકરી સાથે કેમ થઇ રહ્યો છે અન્યાય તે એક સવાલ.
બાળકીનો વીડિયો શાળા સંચાલકો દ્વારા બનાવી રિક્ષાચાલક વર્દીવાળાને આપતા બાળકીનાં માતા-પિતા નારાજ થયા હતા. બાળકી મંદબુદ્દિની હોવાનું સંચાલકો કહેતા માતા-પિતાનો પારો આસમાને પહોંચી જઈને દીકરીની સમસ્યાથી મજબૂર વાલી સ્કૂલમાંથી એલસી લેવા તૈયાર થયા હતા.
દીકરીની સમસ્યા અંગેના તબીબી પુરાવા આપવા છતાં પણ સ્કૂલ તંત્ર અડોડાઈ પર ઉતરતા બાળકીનાં માતા-પિતા રોષે ભરાયા હતા. ફી મોડી ભરાય અથવા તો ચૂકી જવાય તો સંચાલકો ઓરમાયું વર્તન કરતા હોવાના આક્ષેપ કરે છે.