
Vadodara: વડોદરા શહેરમાં આવેલા ફતેગંજ વિસ્તારમાં મહિલાનો સ્નાન કરતો હોવાનો વીડિયો ઉતારતા મૌલાના હારુન હાફિઝ પઠાણની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી.
વડોદરાના કલ્યાણનગરમાં રહેતા મૌલાના હારુન હાફિઝ પઠાણ સાસુ નમાજ પઢતા હતા ત્યારે સ્નાન કરવા ગયેલી મહિલાનો બારીમાંથી મૌલાનાએ વીડિયો ઉતાર્યો હતો. જેથી મહિલાને જાણ થતા સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટનાના ભાંડો ફૂટયો હતો.
મહિલાએ સીસીટીવી ચેક કરતા ભાંડો ફૂટયો
મૌલવી આવાસના મકાનમાંથી નીકળતા હોવાનો સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે મહિલાનો મૌલવી હારુન હાફિઝ પઠાણે વીડિયો ઉતાર્યો હતો એ એકજ આવાય યોજનાના મકાનમાં બંને પરિવાર રહે છે. જેથી મહિલા સાથે બનેલી ઘટના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. આ અંગેની જાણ કરતા સયાજીગંજ પોલીસે મહિલાનો સ્નાન કરતો વીડિયો ઉતારવા બદલ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.