જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને દેશભરનું તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર અનેક જિલ્લાઓમાં રહેતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી તેમનો દેશનિકાલો કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ૧૦ જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. પશ્વિમ બંગાળ બોર્ડર પરથી ઘુસણખોરી કરીને રાજકોટ પહોંચ્યા હતા. તેઓ કોઇપણ પ્રકારના વિઝા અને પાસપોર્ટ વગર ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા. હવે તે તમામ બાંગ્લાદેશીઓને ડિપોટેશન કરવામાં આવશે. રાજકોટમાં તેઓ મજૂરી કામ કરતા હતા. શહેરમાં એક દિવસમાં ૮૦૦ જેટલા શંકાસ્પદ લોકોને ચકાસવામાં આવ્યા છે.

