અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ ખાતે આવેલા તળાવ 6 દિવસ પહેલા આવેલ ભારે વરસાદના કારણે ઉભરાયું હતું. જેના કારણે પાણી તળાવની આસપાસ આવેલ બગીચામાં પણ ભરાઈ ગયા હતા. 6 જેટલા દિવસ વીતી ગયા બાદ પણ આ વધારા ન પાણીનો નિકાલ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ નિષ્ફળ ગયા છે.
સુંદર બગીચાને ભારે નુકસાન થઈ રહ્યું છે
બગીચામાં ભરાયેલ પાણી ને કારણે સુંદર બગીચાને ભારે નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત આસપાસની સોસાયટીમાં પાણીમાં રહેતા સાપ આવી રહ્યા છે અને અન્ય જળચર જીવો ને પણ નુકસાન થઈ શકે છે.
પાણી ભરાતા રોગચાળાનો ભય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને વસ્ત્રાલ વોર્ડ ના ચૂંટાયેલ જન પ્રતિનિધિ શ્રી ઓ પણ આ અંગે યોગ્ય પગલાં લે અને તાત્કાલિક તળાવનું વધારાનું બગીચામાં ભરાયેલ પાણી નું યોગ્ય નિકાલ કરે જેથી કરી બગીચાને બચાવી શકાય અને આસપાસ ની સોસાયટીઓને દુર્ગંધ અને રોગચાળાથી બચાવી શકાય