Home / Gujarat / Gandhinagar : Gujarat Rain Forecast: Heavy rain forecast in the state for the next 6 days, alert issued in this district

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Rain Forecast, Gujarat : ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે હવામાન વિભાગના આગામી ત્રણ કલાકના Nowcast મુજબ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ ક્યાં-કેવો વરસાદની શક્યતા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

5 જિલ્લામાં રેડ ઍલર્ટ 

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (28 જૂન) સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસામા, સાબરકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

 6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (29 જૂન) કચ્છમાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.  

30 જૂનની આગાહી

30 જૂને 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

1-2 જુલાઈની આગાહી

1-2 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

Related News

Icon