
ગીરગીર-સોમનાથ જિલ્લામા સોમનાથ શંખ સર્કલ પાસે થોડા દિવસો પહેલા તંત્ર દ્રારા ડિમોલેશન કરી 70 જેટલા મકાનો દૂર કરવામા આવ્યા હતા. આ સમયે લોકો રસ્તા પર આવી ગયા હતા અને રોડ ચક્કાજામ કર્યો હતો.
ગીર-સોમનાથ જિલ્લાના એસપી સહિત 200 પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો ત્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોળીસમાજના અગ્રણીઓ પર આ સ્થળ પર પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી ગુન્હો દાખલ કરેલો હતો. જેના સંદર્ભમાં ગીર-સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં કોળીસમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે આજે મંગળવારે વેરાવળ તાલુકા કોળીસમાજ દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને જો ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ તંત્ર કરશે તો લોકશાહીનુ પતન થશે અને આ ફરીયાદો દૂર કરવામા આવે તેવી માંગ કરાઈ હતી અને જો માંગ નહી સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.