Home / Gujarat / Mehsana : Gujarat By Election: Voting for Kadi-Visavadar Assembly by-election

Gujarat By Election: બપોરના એક વાગ્યા સુધીમાં 39.25 ટકા મતદાન, કેન્દ્રોની બહાર મતદારોની લાઈન

Gujarat By Election: બપોરના એક વાગ્યા સુધીમાં 39.25 ટકા મતદાન, કેન્દ્રોની બહાર મતદારોની લાઈન

ગુજરાતમાં આજે કડી- વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. મળતા અહેવાલ પ્રમાણે  આજે સવારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું અને કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે.  294 બુથ પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમામ બુથનું માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે લાઈવ વેબકાસ્ટિંગ થશે. આ ચૂંટણીમાં 2,61,092 મતદારો પોતાનો ધારાસભ્ય નક્કી કરશે. જેમાં 135609 પુરુષ અને 125497 મહિલાઓનો સમાવેશ થાય છે. સવારે 7થી 6 સુધી મત અધિકારનો ઉપયોગ કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

1894 પોલિંગ સ્ટાફ મતદાન મથક પર ફરજ

1894 પોલિંગ સ્ટાફ મતદાન મથક પર ફરજ બજાવશે.  17 શહેરી 270 ગ્રામ્ય મતદાન મથક છે. જેમાં 212 સ્થળ પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. એક મતદાન મથક મધ્યગીર કનકાઈમાં આવેલું છે જ્યાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થા ન હોવાથી વન તંત્રના વાયરલેસનો ઉપયોગ કરવામાં આવશે.

17 પીઆઈ, 285 પીએસઆઈ સહિતનો સ્ટાફને સ્ટેન્ડ બાય

સમગ્ર મતદાનની પ્રક્રિયાના નિરીક્ષણ અને દેખરેખ માટે માંડાવડ ખાતે કંટ્રોલરૂમમાં 40 કર્મચારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. વિસાવદરની ચૂંટણીના બંદોબસ્તમાં પેરામિલેટરીની સાત કંપનીના 1500 પોલીસ કર્મીઓને તૈનાત રાખવામાં આવ્યા છે. જેમાં એક એસ.પી, એક ડીવાયએસપી, 17 પીઆઈ, 285 પીએસઆઈ સહિતનો સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. વિસાવદરની ચૂંટણીમાં 34 ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.

કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન

મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે.કડીમાં ચાવડા બંધુઓ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે.જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા..સામે કોંગ્રેસના રમેશ ચાવડા ચૂંટણી મેદાને છે. તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાએ પણ ઉમેદવારી નોંધાવી છે.કોંગ્રેસના રમેશ ચાવડા કડીના પૂર્વ ધારાસભ્ય છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના હિતુ કનોડિયાને હરાવ્યા હતા.જો કે 2017માં કોંગ્રેસ તરફથી રમેશ ચાવડા જ ચૂંટણી મેદાને હતા..પરંતુ તેઓ ભાજપના કરશન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં 7 વાગ્યા થી મતદાન  શરૂ થયું છે. 2,89,746 મતદારો આજે મતદાન કરશે. 294 મતદાન બુથ ઉપર મતદાન પ્રારંભ થયો છે.તમામ મતદાન બુથ ઉપર મતદારો માટે વિવિધ સેવાઓ પણ ઉભી કરાઈ છે.

Related News

Icon