પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર 24 પરગણામાં થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર આજે સુનાવણી થવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી. પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી આ હિંસા દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી.

