Home / India : Supreme Court said this on the demand for President's rule in West Bengal

અમે પહેલેથી જ આરોપોનો સામનો કરી રહ્યા છીએ, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માગ મુદ્દે કહી આ વાત 

અમે પહેલેથી જ આરોપોનો સામનો કરી રહ્યા છીએ, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માગ મુદ્દે કહી આ વાત 

સુપ્રીમ કોર્ટે સોમવારે હિંસાગ્રસ્ત પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે ભાજપના નેતાઓના એક વર્ગ દ્વારા લગાવવામાં આવેલા મર્યાદા ઉલ્લંઘનના આરોપો વિશે ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ મુર્શિદાબાદ હિંસાની તપાસની માંગ કરતી PILની સુનાવણી કરવાની ના પાડી દીધી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુપ્રીમ કોર્ટે બે મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં ભાજપના નેતાઓની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં રાજ્યપાલો દ્વારા મોકલવામાં આવેલા બિલો અંગે નિર્ણય લેવા માટે રાષ્ટ્રપતિને સમયમર્યાદા નક્કી કરવા અને સુધારેલા વક્ફ કાયદાની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવવી. આ બંને મહત્ત્વના ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટ સામે જુદા જુદા આક્ષેપો થઈ રહ્યા છે. 

બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું, "તમે ઇચ્છો છો કે અમે રાષ્ટ્રપતિને તેનો અમલ કરવા માટે રિટ જારી કરીએ? ગમે તે હોય અમે કારોબારી (ક્ષેત્ર)માં અતિક્રમણના આરોપોનો સામનો કરી રહ્યા છીએ." આ ટિપ્પણી મહત્વપૂર્ણ છે કારણ કે જસ્ટિસ બી.આર. ગવઈ, જેઓ આવતા મહિને મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે, તેઓ વક્ફ કાયદા વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી કરે તેવી શક્યતા છે.

ભાજપના નેતાઓએ સુપ્રીમ કોર્ટ પર ન્યાયિક અતિક્રમણનો આરોપ લગાવ્યો

થોડા દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ માં આપેલી પોતાની સત્તાનો ઉપયોગ કરીને, તમિલનાડુના ૧૦ બિલોને મંજૂરી આપી હતી જે ઘણા મહિનાઓથી રાજ્યપાલ પાસે પડતર હતા. સર્વોચ્ચ અદાલતે પહેલી વાર એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, રાષ્ટ્રપતિએ રાજ્યપાલો દ્વારા મોકલવામાં આવેલા બિલો પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જોઈએ. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને શાસક ભાજપના ઘણા નેતાઓને પસંદ ન આવતા સુપ્રીમ કોર્ટ પર પોતાના અધિકારક્ષેત્રની બહાર જવાનો અને કારોબારીના અધિકારક્ષેત્રમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો.

કોર્ટ વિશે અને CJI વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા

સોમવારે સુપ્રીમ કોર્ટમાં નિશિકાંત દુબે સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી સાથે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી વખતે વકીલે કહ્યું કે કોર્ટ વિશે અને CJI વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ નિશિકાંત દુબેના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈએ વકીલને પૂછ્યું કે તમે શું ઈચ્છી રહ્યા છો? આના પર વકીલે કહ્યું, હું અવમાનનાનો કેસ દાખલ કરવા માંગુ છું. જસ્ટિસ ગવઈએ સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, તો કેસ ફાઈલ કરો. તમને અમારી પરવાનગીની જરૂર નથી. તમારે એટર્ની જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે.

જણાવી દઈએ કે, અગાઉ, એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા CJI અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ અરજીમાં નિશિકાંત સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દુબે દ્વારા દેશની સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ આપવામાં આવેલા જાહેર નિવેદનો અપમાનજનક અને ઉશ્કેરણીજનક છે. આ નિવેદનો ખોટા, અવિચારી અને દ્વેષપૂર્ણ છે, અને ગુનાહિત અવમાનના સમાન છે. આ નિવેદનો ન્યાયતંત્રને ડરાવવા, જાહેર અવ્યવસ્થા ઉશ્કેરવા અને બંધારણનું રક્ષણ કરતી સંસ્થાને બદનામ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે. પત્રમાં CJI ને નિવેદનોનું સ્વતઃ સંજ્ઞાન લેવા અને ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.

Related News

Icon