Home / World : WhatsApp declared high risk in America

અમેરિકામાં WhatsAppને હાઈરિસ્ક જાહેર કર્યું, વ્હાઈટહાઉસના તમામ સરકારી ડિવાઇસ પર પ્રતિબંધ

અમેરિકામાં WhatsAppને હાઈરિસ્ક જાહેર કર્યું, વ્હાઈટહાઉસના તમામ સરકારી ડિવાઇસ પર પ્રતિબંધ

થોડા દિવસ પહેલા ઇરાનમાં WhatsApp બેન કરવાની વાત બહાર આવી હતી. જોકે હવે અમેરિકાએ પણ વ્હાઇટ હાઉસમાં કામ કરતા કર્મચારીઓના સરકારી ડિવાઇસમાં WhatsApp બેન કરી દીધું છે. વોટ્સએપની ડેટા ટ્રાન્સપરન્સી, મેસેજ સ્ટોરેજ ઇન્ક્રિપ્શન અને સાયબર સિક્યોરિટીમાં કેટલીક ખામીઓ હોવાનું કહીને સિક્યોરિટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરે આપ્યો મેમો

હાઉસ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર દ્વારા આ મેમો આપવામાં આવ્યો છે. જેમાં તમામ સરકારી ડિવાઇસ પર વોટ્સએપને બેન કરવાનો ઉલ્લેખ છે. વ્હાઇટ હાઉસની સાયબર સિક્યોરિટી દ્વારા વોટ્સએપને હાઈ-રિસ્ક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ કેવી રીતે સેન્સિટિવ ડેટા હેન્ડલ કરે છે એ અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે તેને હાઈ-રિસ્ક તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.

વોટ્સએપનો પર્યાય

સરકારી મોબાઇલ, લેપટોપ અને કોમ્પ્યુટરો ઉપરાંત વેબ બ્રાઉઝરમાંથી પણ વોટ્સએપ તરત કાઢી નાખવા માટે જણાવ્યું છે. મેમોમાં કર્મચારીઓને માઇક્રોસોફ્ટ ટીમ્સ, સિગ્નલ, વિકર, iMessage અને Facetime જેવા સિક્યોર વિકલ્પો અપનાવા માટે કહેવાયું છે.
 
https://truthsocial.com/@realDonaldTrump/posts/114734424268466099

મેટાનો વિરોધ

વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું કે “વોટ્સએપમાં એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન છે અને તે ઘણાં પ્લેટફોર્મ કરતાં વધુ મજબૂત પ્રાઇવસી સ્ટાન્ડર્ડ આપે છે.”

ડિજિટલ સેફ્ટી ઉપર ભાર

વ્હાઇટ હાઉસમાં હાલમાં ડિજિટલ સેફ્ટીને મહત્ત્વ આપવામાં આવી રહી છે. વોટ્સએપ પહેલાં પણ ટિકટોક, કેટલાક એ.આઇ. ટૂલ્સ, તેમજ માઇક્રોસોફ્ટ કોપાઇલોટ અને ડીપસીક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સ્પાયવેરના કારણે ચેતવણી

તાજેતરમાં પેરાગોન સોલ્યુશન નામની ઇઝરાયેલી કંપની દ્વારા બનાવેલા સ્પાયવેરના સમાચાર આવ્યા છે, જેમાં યુઝરના સંપર્ક વિના “ઝીરો-ક્લિક” હુમલાથી વોટ્સએપ હેક કરી શકાય તેમ હોવાનું પ્રકાશમાં આવ્યું. તે કારણે અમેરિકાએ આ જોખમ ટાળવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

Related News

Icon