
ડિજિટલ વર્લ્ડમાં લોકોની પુસ્તકો વાંચવાની આદત ધીમે ધીમે મંદ પડી રહી છે,પણ આ યુગમાં પુસ્તકોનું મહત્ત્વ જરાય ઘટયું નથી. ઘણા લોકો હજુય પુસ્તકોને રસપૂર્વક વાંચે છે અને તેમાંથી પ્રેરણા સુધ્ધાં મેળવે છે. આમાં સેલિબિટીઝનો પણ સમાવેશ થાય છે,જેમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે. તેઓ નિરાંતની પળોમાં ઘણા પુસ્તકો વાંચે છે અને તેમાંથી મેળવેલી પ્રેરણાને તેમના ફેન્સ સાથે શેર પણ કરે છે. આ બધામાં આજની સેલિબ્રિટી આહાના એસ.કુમરાનો પણ સમાવેશ થાય છે. આ અંગે આહાના કહે છે,'વાંચન પ્રત્યેના તેના પ્રેમ વિશે અને તેણે આ ટેવને તેની દિનચર્યામાં કેવી રીતે ઉમેરી તે જાણવું રસપ્રદ બનશે.'
તાજેતરમાં જ વિશ્વ પુસ્તક દિન ગયો,જેમાં ઘણા બધાએ તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને પુસ્તકોનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે જણાવ્યું.
આહાના કહે છે,'મને રાતે એક વાગ્યે પણ કોઈ પુસ્તક વાંચવા આપો તો ગમે છે. મને પુસ્તક હાથમાં રાખીને વાંચવાનો અનુભવ ખૂબ ગમે છે. હું એપ્સ પર આ કામ કરી શકતી નથી. મારો ભત્રીજો ર્ગજેટ્સના યુગનો બાળક છે અને જ્યારે તે રાતે પુસ્તક વાંચે છે ત્યારે હું પણ તેની સાથે બેસીને વાચું છું,પણ મારા પુસ્તકની ભૌતિક નકલનો ઉપયોગ કરીને.'
આ સાથે જ અભિનેત્રી એમ પણ કહે છે,'મારો પુસ્તકો સાથે ઓન-ઓફ સંબંધ રહેતો હતો,પરંતુ જ્યારે હું અભિનેતા મકરંદ દેશપાંડે સાથે એક નાટકમાં કામ કરી રહી હતી ત્યારે તેમણે ફરીથી મારામાં પુસ્તક અંગે પ્રેમ જગાડયો અને એ રીતે મને ફરીથી આદત પડી ગઈ. થોડા વર્ષો પહેલા મેં વાંચવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું,પણ હું જ્યારે મકરંજ સરને મળી ત્યારે તેમણે મને જણાવ્યું કે હું હવે કેમ વાંચતી નથી? ત્યારે મેં તેમને જણાવ્યું કે સોશિયલ મીડિયા ગુનેગાર છે અને તે વિક્ષેપ તરીકે કામ કરે છે.'
આ સાથે જ આહાનાએ વધુમાં ઉમેર્યું કે 'જ્યારે પણ મને સમય મળે ત્યારે હું મારા ફોન પર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું પસંદ કરતી,જેનાથી વાંચનમાંથી સમય નીકળી જતો અને પછી હું પણ પુસ્તક વાંચવામાં સુસ્તી અનુભવતી. તેમણે વાંચન પ્રત્યેનો મારો પ્રેમ ફરીથી જાગૃત કર્યો.'
હવે અભિનેત્રીએ તેના રોજિંદા જીવનમાં વાંચનની આદત અપનાવી લીધી છે. તે કહે છે, 'હું મારી બધી નવરાશની પળોને પુસ્તક વાંચવામાં વિતાવું છું. આ સાથે જ ફિલ્મના સેટ પર પણ હું નિરાંતમાં હોઉં ત્યારે પુસ્તક વાંચું છું. આટલું જ નહીં ઘરે પણ પહોંચ્યા પછી હળવાશ મળે તો મારા હાથમાં પુસ્તક આવી જાય છે.'
આહાનાને પૂછવામાં આવ્યું કે તારી ટીબીઆર યાદી (ટુ બી રીડ લિસ્ટ)માં કોનો ઉલ્લેખ છે? આહાના કહે છે,'હું 'જોસેફ એન્ટોન :એ મેમરી' જે લેખકની ઓટોબાયોગ્રાફી છે. જેના લેખક સલમાન રશ્દી છે,જેમને હું ન્યૂયોર્કમાં થોડા વર્ષો પહેલાં મળી હતી. જ્યારે મેં તેમના જીવન વિશે જાણ્યું ત્યારે મને તેમના પુસ્તકો વાંચવાની ઉત્સુકતા થઈ. હું લેખક પંકજ મિશ્રાનું 'ધ વર્લ્ડ આફ્ટર ગાઝા' પણ વાંચવા માંગું છું. આ પુસ્તક નરસંહાર પૂરો થયા બાદ માનવતાનું શું થાય છે તે વિશે વાત કરે છે. હું જાણવા અને સમજવા માગું છું કે માનવતા ક્યાં જઈ રહી છે.'
એક રસપ્રદ જીવન જીવતી પુસ્તક પ્રેમી તરીકે આ અભિનેત્રી ઇચ્છે છે કે તેની આત્મકથા 'ધ લાઈફ એટ ધ એન્ડ ઓફ ધ ટનલ'નું શીર્ષક હોય. આ વર્ષે એક પુસ્તક મેળામાં તે પેનલિસ્ટ તરીકે હાજર રહી હતી. આહાના જણાવે છે કે 'મને એવું લાગે છે કે હું પ્રકાશની ગતિએ મુસાફરી કરી રહી છું અને વસ્તુઓ પાછળ રહી જાય છે. હું એવી વ્યક્તિ છું જે લોકોને અને વસ્તુઓને પસંદ કરી લે પછી છોડે નહીં. પુસ્તકો જોકે તમને જીવનમાં ઘણું શીખવી દે છે'.