Home / Sports : virat Kohli did not speak to AB de Villiers for months

એબી ડી વિલિયર્સથી નારાજ હતો વિરાટ કોહલી, ઘણા મહિનાઓ સુધી નહતી કરી વાત, ABD એ કર્યો ખુલાસો

એબી ડી વિલિયર્સથી નારાજ હતો વિરાટ કોહલી, ઘણા મહિનાઓ સુધી નહતી કરી વાત, ABD એ કર્યો ખુલાસો

વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ બંને ખૂબ સારા મિત્રો છે. તાજેતરમાં, જ્યારે RCBએ IPL 2025નો ખિતાબ જીત્યો, ત્યારે એબી ડી વિલિયર્સ તેની જૂની ટીમને સપોર્ટ કરવા માટે અમદાવાદ પહોંચ્યો હતો. વિરાટ અને ડી વિલિયર્સ ઘણા વર્ષો સુધી RCB માટે રમતા જોવા મળ્યા હતા. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે વિરાટે તેના મિત્ર ડી વિલિયર્સ સાથે વાત કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. આ વાતનો ખુલાસો સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ મહાન ખેલાડીએ પોતે કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે વિરાટે આવું કેમ કર્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એબી ડી વિલિયર્સે શું ભૂલ કરી હતી?

વિરાટ કોહલીએ ગયા વર્ષે અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે સમયે, ફેન્સને વિરાટ કોહલીનો આ નિર્ણય નહતો ગમ્યો અને તેને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે એબી ડી વિલિયર્સ વિરાટ કોહલીના સપોર્ટમાંઆવ્યો હતો. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે કોહલી ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં નથી રમી રહ્યો કારણ કે તે અને તેની પત્ની અનુષ્કા શર્મા તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. ડી વિલિયર્સનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.

એબી ડી વિલિયર્સે વિરાટ કોહલી વિશે શું કહ્યું?

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ડી વિલિયર્સે કહ્યું કે વિરાટ છેલ્લા છ મહિનાથી તેના સંપર્કમાં છે. ભગવાનનો આભાર! કારણ કે જ્યારે તેણે ભૂલથી તેના બીજા બાળકના સમાચાર શેર કર્યા. ત્યારે તેણે એક મોટી ભૂલ કરી. તેથી જ્યારે વિરાટે તેની સાથે ફરીથી વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે ડી વિલિયર્સને ઘણી રાહત મળી. આ દરમિયાન ડી વિલિયર્સે વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે પણ વાત કરી હતી.

ડી વિલિયર્સે વિરાટની ટેસ્ટ નિવૃત્તિ પર એક મોટું નિવેદન આપ્યું

આ અંગે ડી વિલિયર્સે કહ્યું કે બધા જાણે છે કે વિરાટ તેની કારકિર્દીમાં ઉતાર-ચઢાવમાંથી પસાર થયો છે અને તે તેની સાથે કેટલાક વિચારો શેર કરવા માંગતો હતો. બંનેએ આ વિશે વાત કરી હતી. બંને એક જ સ્થિતિમાં હતા, કારણ કે તે પણ 2018માં નિવૃત્ત થયો હતો. કોહલીનો નિર્ણય પણ સમાન હતો. ડી વિલિયર્સ ખુશ છે કે તે હજી પણ ક્રિકેટ રમી રહ્યો છે. તેણે કહ્યું કે વિરાટે આ નિર્ણય પોતાના દિલથી લીધો છે અને તે આમાં તેને 100 ટકા સપોર્ટ આપે છે.

Related News

Icon