Home / Sports / Hindi : Abhishek Sharma said this after the match against PBKS

IPL 2025 / 'મને 4 દિવસથી તાવ...' મેચ બાદ Abhishek Sharma એ કહી આ વાત, ભારતીય ખેલાડીઓનો માન્યો આભાર

IPL 2025 / 'મને 4 દિવસથી તાવ...' મેચ બાદ Abhishek Sharma એ કહી આ વાત, ભારતીય ખેલાડીઓનો માન્યો આભાર

Abhishek Sharma: શનિવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma) એ 141 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ IPLના ઈતિહાસમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ છે. 246 રનનો ટાર્ગેટ ચેઝ કરતા SRH એ 8 વિકેટે મેચ જીતી લીધી. અભિષેક શર્મા (Abhishek Sharma) ને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. મેચ પછી તેણે યુવરાજ સિંહ અને સૂર્યકુમાર યાદવનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, તે આભારી છે કે તેની આસપાસ યુવરાજ સિંહ અને સૂર્યકુમાર યાદવ જેવા લોકો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અભિષેક શર્મા (Abhishek Sharma) એ કહ્યું કે, ભલે ટીમના બેટ્સમેન છેલ્લી કેટલીક મેચોમાં સારું પ્રદર્શન  નહતા કરી રહ્યા, પરંતુ ટીમમાં વાતાવરણ હળવું હતું. તેણે આનો શ્રેય કેપ્ટનને આપ્યો. અભિષેકે કહ્યું, "જો તમે મને ખૂબ નજીકથી જોયો હોય, તો હું ક્યારેય વિકેટ પાછળ નથી રમતો. પણ હું કેટલાક એવા શોટ શોધવા માંગતો હતો જે આ વિકેટ પર ખૂબ જ સરળ હોય. આનાથી અમને બંનેને મદદ મળી."

અભિષેક શર્માના માતા-પિતાના સ્ટેડિયમમાં આવ્યા હતા

તેણે કહ્યું, "હું તેમની રાહ જોઈ રહ્યો હતો. મારી આખી ટીમ મારા માતા-પિતાની રાહ જોઈ રહી હતી કારણ કે તેઓ SRH માટે નસીબદાર છે. અમે (અભિષેક અને હેડ) કોઈ પણ બાબત વિશે વાત નહતી કરી. તે અમારા માટે એક સ્વાભાવિક રમત હતી. પાર્ટનરશિપે મને પ્રોત્સાહન આપ્યું. આ ઈનિંગ ખૂબ જ ખાસ છે, કારણ કે હું હારનો સિલસિલો તોડવા માંગતો હતો. સતત ચાર મેચ હારવી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ અમે ટીમમાં ક્યારેય તેના વિશે વાત કરી નથી."

યુવરાજ અને સૂર્યાનો આભાર માન્યો

મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં અભિષેક શર્મા (Abhishek Sharma) એ કહ્યું, "હું 4 દિવસથી બીમાર હતો, મને તાવ હતો પણ હું ખૂબ જ આભારી છું કે મારી આસપાસ યુવરાજ સિંહ અને સૂર્યકુમાર યાદવ જેવા લોકો હતા. તેઓ સતત મને ફોન કરી રહ્યા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે હું આવું કંઈક કરી શકું છું."

Related News

Icon