Home / Gujarat / Navsari : Housemaid found guilty in murder of elderly woman

Navsari news: જલાલપોરમાં વૃદ્ધ મહિલાની હત્યામાં કામવાળી જ નિકળી આરોપી, જાણો શું હતી ઘટના

Navsari news: જલાલપોરમાં વૃદ્ધ મહિલાની હત્યામાં કામવાળી જ નિકળી આરોપી, જાણો શું હતી ઘટના

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધ મુસ્લિમ મહિલાના હત્યા પ્રકરણમાં પોલીસે તેની કામવાળીની ધરપકડ કરી છે. આર્થિક તંગીના લીધે તેણે વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી અને તેના હાથમાંથી રૂ.૧.૫૦ લાખની સોનાની બંગડી ઉતારી લીધી હતી. પોલીસે મહિલા આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જલાલપોરના અબ્રામા ગામે આવેલા તાઈવાડમાં એકલા રહેતા જેનબબેન અબ્દુલ્લા મુનશી સોમવારે શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે તેમના ઇંગ્લેન્ડથી આવેલા પુત્ર સલીમભાઈ અબ્દુલા મુનશી (ઉ.વ.૬૬)એ જલાલપોર પોલીસને જાણ કરી હતી. મરનાર વૃદ્ધાનો સંપૂર્ણ પરિવાર વિદેશમાં જઈને વસ્યો છે. વર્ષોથી વૃદ્ધા અબ્રામા ગામે તેમના ઘરે એકલા રહે છે. તેમની મદદ માટે પરિવારે મહોલ્લામાં જ રહેતી શાહિસ્તા આરીફભાઈ લાબલને કામવાળી તરીકે મહિને રૂ.૨ હજારના પગારથી રાખી હતી. તે દરરોજ ઘરે આવી સાફ-સફાઈ, કપડા,  વાસણનું કામ કરતી હતી.

વૃદ્ધા કોઈક ચીજવસ્તુ બજારમાંથી શાહિસ્તા પાસે મંગાવતી ત્યારે તેને રૂ.૫૦-૧૦૦ અલગથી આપતી હતી. આમ બંનેનું ગાડું ચાલતું હતું. દરમિયાન કામ કરવા આવર્તી શાહિસ્તા લાબલ સોમવારે બપોર બાદ જેનબબીબીના ઘરે કામ કરવા આવી હતી. ત્યારે જેનબબીબી તેમના પલંગમાં મૃત અવસ્થામાં હતી. આથી શાહિસ્તાએ આડોશ-પડોશના લોકોને જાણ કરી કે, જેનબબીબી પલંગમાં સુતા છે અને કંઈ બોલતા નથી. હું બપોરે કામ કરીને ઘરે ગઈ ત્યારે તે બાંકડા ઉપર બેઠી હતી. દરમિયાન જેનબબીબીનો પુત્ર સલીમભાઈ મુનશી પણ ઇંગ્લેન્ડથી ઘરે આવતા તેમણે જલાલપોર પોલીસમાં બનાવની જાણ કરી હતી Dvs માતાના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી.

મૃતદેહને હોસ્પિટલમાં પેનલ ડોક્ટર પાસે પોસ્ટમોટર્મ માટે મોકલાવી તપાસ શરૂ કરી હતી. જલાલપોર પી.આઈ. ડી.ડી. લાડુમોરને કામવાળી શાહિસ્તા ઉપર શંકા જતા પુછપરછ કરી હતી. જેમાં જવાબો આપવામાં શાહિસ્તાનો ગોટાળો થતો હતો. પોલીસે તેને પૂછ્યું કે તું બપો૨ તારા ઘરે ગઈ ત્યારે જેનબીબીને બાંકડા ઉપર બેસાડી ગઈ હતી, તે પોતાની રીતે ચાલી શકતા નહતા તો પલંગ પર કેવી રીતે ગયા? ડોક્ટરે જણાવ્યા પહેલા તને કેવી રીતે જાણ થઈ હતી કે, જેનબબીબી મરી ગયા છે? તેના જવાબ નહીં આપી શકતા તે ગભરાઈ ગઈ હતી અને પોતે જ જેનબબીબીનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હત્યા કર્યા બાદ શાહિસ્તાએ વૃદ્ધાના બંને હાથમાંથી તોલા સોનાની બે બંગડી લૂંટી લીધી હતી. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન જલાલપુર પોલીસ બંગડીઓ રિકવર કરવા અંગેની તજવીજ હાથ ધરશે.

Related News

Icon