રાજકોટમાં ACB એ સપાટો બોલાવતા 2 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી અને ક્લાર્કની ધરપકડ કરી છે. રાજકોટની ગાયત્રી હાઈસ્કૂલમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા શિક્ષકને મળવા પાત્ર એરિયર્સ - નિવૃત્તિની રકમ ઝડપી મળે તે માટે વહિવટના ભાગરૂપે પહેલા 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેમાં રકઝક કરી 2 લાખ રૂપિયા આપવાનું ઠરાવ્યું હતું. આ રૂપિયા લેતા સ્કૂલના ક્લાર્ક અને ટ્રસ્ટીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

