રાજકોટમાં ACB એ સપાટો બોલાવતા 2 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી અને ક્લાર્કની ધરપકડ કરી છે. રાજકોટની ગાયત્રી હાઈસ્કૂલમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા શિક્ષકને મળવા પાત્ર એરિયર્સ - નિવૃત્તિની રકમ ઝડપી મળે તે માટે વહિવટના ભાગરૂપે પહેલા 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેમાં રકઝક કરી 2 લાખ રૂપિયા આપવાનું ઠરાવ્યું હતું. આ રૂપિયા લેતા સ્કૂલના ક્લાર્ક અને ટ્રસ્ટીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટના વાણીયાવાડી વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલમાં ACBએ લાંચ લેતાં 2 શખ્સને ઝડપ્યા છે. લોધિકાપાળ ગામની ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના MD, ક્લાર્કની ધરપકડ કરી. રૂપિયા 2 લાખની લાંચ લેતાં રંગે હાથ પકડાયા છે. ગુણવંતરાય ખીરા અને ધર્મેન્દ્ર ખીરાની ધરપકડ કરી. ફરિયાદી નિવૃત શિક્ષક પાસે લાંચ માગી હતી. મોંઘવારી, રજા એરિયર્સના 12 લાખ અપાવવા લાંચ માગી હતી.
જણાવી દઈએ કે, ગાયત્રી હાઇસ્કુલમા ફરજ બજાવી નિવૃત્ત થયેલા શિક્ષકે તેનું મોંઘવારી ભથ્થું ૫૩% મુજબ એરીયર્સ બીલની રકમ તથા રજા રોકડ રૂપાંત્તરની રકમ મળી કુલ આશરે રૂા.૧૨,૧૫,૦૦૦ ની રકમ ઝડપથી મળે તે અંગે સ્કૂલમાં રજૂઆત કરી હતી. લોધિકાપાળ ગામના ક્લાર્ક ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા અને ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતલાલ ખીરાએ 2 લાખ રૂપિયાની લાંચ માગી હતી. નિવૃત્ત શિક્ષક એ લાંચની રકમ આપવા ન માગતા હોય એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે છટકું ગોઠવતા લાંચ લેતા રંગેહાથ બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા.