જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામ પાસે ગઈકાલે એક કાર અને બુલેટ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બુલેટ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં કાર ચાલકે ઈરાદાપૂર્વક બુલેટ ચાલકને કચડી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું તેમજ, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પોતાના પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પતિની હત્યા અંગે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

