Home / Gujarat / Surat : speeding ST bus hit 5 bikes, injured 4 people

Surat News: બેફામ દોડતી ST બસે 5 બાઈકને લીધા અડફેટે, 4 લોકોને ઈજા, સર્જાયો ટ્રાફિક જામ

Surat News: બેફામ દોડતી ST બસે 5 બાઈકને લીધા અડફેટે, 4 લોકોને ઈજા, સર્જાયો ટ્રાફિક જામ

અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના સહારા દરવાજા પાસે એક બેફામ દોડી રહેલી એસટી ભસનાં ચાલકે એક પછી એક પાંચથી વધુ ટુ-વ્હીલર ચાલકોને અડફેટે લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પીક અવર્સમાં એસટી બસનાં ચાલક દ્વારા ગફલતભરી રીતે વાહન હંકારીને વાહન ચાલકોનાં માથે જીવનું જોખમ ઉભું કરતાં એક તબક્કે ભારે નાસભાગ મચી જવા પામી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

બીજી તરફ ઘટનાને પગલે ત્રણ વાહન ચાલકોને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા હાલમાં બસ ચાલક વિરૂદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને બસની આસપાસ પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલકોનાં જીવ રીતસરનાં પડીકે બંધાયા હતા. જો કે, ઘટનાને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો અને સ્થાનિકોએ ભસને ઘેરી લેતાં હોબાળો મચી જવા પામ્યો હતો. બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં ત્રણ વાહન ચાલકોને ઈજા પહોંચતા તમામને તાત્કાલિક નજીકમાં જ આવેલ સ્મીમેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ટ્રાફિક જામ સર્જાયો 

બારડોલીથી સુરત એસટી ભસ ડેપો તરફ જઈ રહેલી એસટી બસનાં ચાલકે સહારા દરવાજા ગરનાળા પાસે ભારે ટ્રાફિક જામ વચ્ચે એક પછી એક પાંચ જેટલા ટુ વ્હીલરને અડફેટે લેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પીક અવર્સમાં એક તો મંથરગતિએ ચાલતા વાહન વ્યવહાર વચ્ચે એસટી બસના ચાલક દ્વારા આ પ્રકારે ગંભીર લાપરવાહી દાખવતાં અન્ય વાહન ચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.48 વર્ષીય ગોવર્ધન નંદલાલ જૈનને પગના ભાગે ટેક્ચર થયું હોવાને કારણે તેમના પરિવારજનો પણ હોસ્પિટલ વસી આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સહારા દરવાજા ગરનાળા ખાતે ધસી આવ્યો હતો. જો કે, પટના બાદ ભસ ચાલક નાસી છૂટતાં હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદનો આધારે વધુ તપાસ હાથ ધરી છે.

TOPICS: surat accident bikes
Related News

Icon