Home / Lifestyle / Health : This thing will get rid of acidity problem

Health Tips : એસિડિટીની સમસ્યાથી છુટકારો આપશે આ વસ્તુ, જાણો કેવી રીતે કરવું સેવન

Health Tips : એસિડિટીની સમસ્યાથી છુટકારો આપશે આ વસ્તુ, જાણો કેવી રીતે કરવું સેવન

ઘણી વખત હેવી અને મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા અને પાચન સબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમે ઘરેલું ઉપચારની મદદથી છાતીમાં બળતરા અને એસિડિટીની સમસ્યાને દૂર કરી શકો છો. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે અપચો, બળતરા અને પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જીરું, લીંબુ અને કાળું મીઠું

જો તમને છાતીમાં કે પેટમાં બળતરાની સમસ્યા થઈ રહી હોય તો જીરું, લીંબુ અને કાળા મીઠાનું મિશ્રણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે બળતરાથી તાત્કાલિક રાહત મેળવવા માગતા હોય, તો તમે એક ગ્લાસ પાણીમાં લીંબુ, અડધી ચમચી શેકેલું જીરુંનું પાવડર અને મીઠું ઉમેરીને પી શકો છો. આમ કરવાથી તમને રાહત મળશે. રાહત માટે તમે અડધી ચમચી કાચું જીરું ચાવીને પણ હુંફાળું પાણી પી શકો છો.

તુલસી

જો તમને એસિડિટી થઈ હોય તો તુલસીના પાન પણ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તુલસીના પાન બળતરાથી રાહત આપે છે. જો તમને પણ બળતરા થતી હોય તો 7-8 તાજા તુલસીના પાન તોડીને સારી રીતે ધોઈ લો અને ચાવીને કાચા ખાઈ જાઓ. આ સાથે જ તમે પાણીમાં ઉકાળીને તેને ગાળીને પણ પી શકો છો. તેનાથી તમને રાહત મળશે.

એલોવેરા

એલોવેરાનું જ્યૂસ તમને ઘણી રાહત આપી શકે છે. જો તમને ખૂબ બળતરા થતી હોય તો તમારે જમ્યાના અડધા કલાક પછી જ એલોવેરાનું જ્યૂસ પીવું જોઈએ. બીજી તરફ જમ્યા પછી ગોળનો એક નાનો ટુકડો ખાઈને પણ તમે એસિડિટીની સમસ્યાથી બચી શકો છો. જો બળતરા થતી હોય તો તમારે ગોળને ધીમે-ધીમે ચૂસીને ખાવો જોઈએ. તમને જલ્દી રાહત મળશે.

વરિયાળી

જો પેટ કે છાતીમાં તીવ્ર બળતરા થતી હોય તો વરિયાળીનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરિયાળીનું સેવન કરવાથી છાતી અને પેટમાં થતી બળતરામાં રાહત મળે છે. વરિયાળી પેટમાં જઈને પાચન રસ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. જો તમે દરરોજ ભોજન પછી એક ચમચી વરિયાળી ખાશો તો તમને આ સમસ્યા ક્યારેય નહીં થાય.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

Related News

Icon