
છોટાઉદેપુર જિલ્લાના 4 તાલુકાઓમાં 18 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ન લગાવતા દરેક શાળાને 10 હજારનો દંડ ફટકાર્યો છે. 7 દિવસમાં ચલણથી નાણા ભરી તેની પાવતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જમા કરાવવા આદેશ કર્યો છે.
18 ખાનગી શાળાઓમાં ફાયરનો અભાવ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, બોડેલી અને છોટાઉદેપુર તાલુકામાં 18 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાના સંચાલકોને બાળકોની સુરક્ષા માટે ફાયર એન ઓ સી ના સાધનો લાવવા માટે અનેક વાર સૂચનો આપવામાં આવ્યા હતા. પરંતુ પ્રાથમિક શાળાના સંચાલકો મનમાની કરીને જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશનું પાલન ના કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ નસવાડી તાલુકાની 2 શાળા તેમજ સંખેડા તાલુકાની 4 શાળા તેમજ છોટાઉદેપુર તાલુકાની 5 શાળા તેમજ બોડેલી તાલુકાની 7 શાળા આમ કુલ 18 ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે.
સંચાલકોમાં ફફડાટ
તેમાં ફાયર એન ઓ સી સંસ્થાના સંચાલકોના લગાવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાના આચાર્યોને એક શાળા દીઠ 10 હજારનો દંડ ભરવા માટે સૂચના આપી છે. દંડ ભરીને ચલણ છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી માં જમા કરાવવા માટે ફરમાન કરતા હાલ તો ખાનગી શાળા સંચાલકો માં ફફડાટ વ્યાપી ગયો છે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા અગાઉ અનેક વાર ખાનગી પ્રાથમિક શાળાઓને ફાયર સેફ્ટી ની સુવિધા ઉભી કરવાની સૂચના આપવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારી ના આદેશ નું પાલન કરતા ના હતા જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી એ આકરાં પગલા ભર્યા છે હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારી ના આ સપાટા થી ખાનગી શાળા સંચાલકો માં ફફડાટ વ્યાપી ગયો છે.