
'નોન-ડાન્સર સ્ટાર પહેલેથી જ કહી દે છે કે મારાથી આટલું જ થઈ શકશે. તમે કદાચ નહીં માનો, પણ મેં તો નાના પાટેકર જેવા સિરીયસ એક્ટરને પણ નચાવ્યા છે ને એમની પાસે હિપહોપનાં સ્ટેપ્સ કરાવ્યાં છે!'
અહમદ ખાને બોલીવૂડમાં ચાર દશક પહેલા ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એન્ટ્રી કર્યા બાદ પહેલા કોરિયોગ્રાફર અને પછી ડિરેક્ટર બની લાંબી મજલ કાપી છે. ખાસ કરીને ખાને કોરિયોગ્રાફર તરીકે સારું કાઠું કાઢ્યું છે. એમણે કોરિયોગ્રાફર કરેલા ગીતો યાઈ રે, યાઈ રે, બચના એ હસીનો અને જુમ્મે કી રાત હિન્દી સિનેમાના આઈકનિક સોંગ્સ બની ગયા છે. ૨૯ એપ્રિલ ઈન્ટરનેશનલ ડાન્સ ડે નિમિત્તે અહમદ ખાને પસંદગીના પત્રકારો સાથે સંવાદ ગોઠવી કેટલીક અજાણી અને ઈન્ટરેસ્ટિંગ વાતો કરી. જેમ કે, મિડીયામાંથી તેમને પહેલા જ ધડાકે પૂછાયું, 'સર, તમે ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ એક્ટર્સને નચાવ્યા છે. પછી એ ડાન્સર હોય કે નોન ડાન્સર. તમને બેમાંથી કોને સાથે કામ કરવાની વધુ મજા આવે છે? ઉત્તરમાં અહમદભાઈ કહે છે,'તમે તો જાણો છો કે એક્ટર્સ અમારી પાસે સ્ટુડન્ટ્સની જેમ આવે છે. તેમને જે કહીએ એ કરે છે. જે શીખવાડો એ શીખે છે. હા, એટલું ખરું કે એક્ટર પોતે સારો ડાન્સર હોય તો ક્યારેક કોઈ સજેશન કરે. એનું સજેશન માનવું કે નહિ એ અમારા પર નિર્ભર કરે છે. જ્યારે નોન-ડાન્સરો કોરાકટ સેટ પર આવે છે. જે સ્ટેપ્સ બનાવો એ શીખવાની એમની તૈયારી હોય છે. એટલે એમની સાથે કામ કરવું આસાન હોય છે. પરંતુ એમનું પોતાનું એક લિમિટેશન હોવાનું એટલે કોરિયોગ્રાપર કશું અઘરું કે નવું ન કરી શકે. બાકી, મેં તો સની દેઉલ, જેકી શ્રોફ અને સંજય દત્તથી લઈ હૃતિક, શાહિદ અને ટાઈગર સુધીના સ્ટાર્સ સાથે ગીતો ફિલ્માવ્યા છે. નોન-ડાન્સર સ્ટાર પહેલેથી જ કહી દે છે કે મારાથી આટલું જ થઈ શકશે. તમે કદાચ નહિ માનો પણ મે તો નાના પાટેકર જેવા સિરીયસ એક્ટરને નચાવી હિપ હોપ સ્ટેપ્સ કરાવ્યા છે.
મિડીયા ખાનને નોસ્ટેલજિક મુમેન્ટમાં લઈ જવા સવાલમાં પૂછે છે,''તમે ઈન્ડસ્ટ્રીમાં આવ્યા એ સમયે ડાન્સને સારી પ્રવૃત્તિ તરીકે નહોતો જોવાતો. છતાં તમે એમાં કરીઅર બનાવવાનું શા માટે પસંદ કર્યું? અહમદજી ઈતિહાસ ઉખેળતા કહે છે, હું તો નાનપણથી ડાન્સ કરું છું. હું ૯ વરસનો હતો ત્યારે મારા મોટાભાઈના એક ડાન્સિંગ ગ્રુપ સાથે જોડાયો અને એમની પાસેથી નાચતા શીખ્યો. મેં તો અજાણતા જ ડાન્સ શીખ્યો અને એ મારું પ્રોફેસન બની ગયો. કદાચ એટલા માટે કે મુઝે ડાન્સ સે બહોત પ્યાર હૈ. તમે કહ્યું એમ એ જમાનામાં લોકો ડાન્સને સમય વેડજફવાના ગતકડાં તરીકે જોતાં. મને ઘરના લોકો કહેતા કે ભણીને કંઈક બન, આમ નાચવાથી તારું ભવિષ્ય નહિ બને. પરંતુ મમ્મીનો મને પુરો સપોર્ટ હતો. એટલે આગળ વધી શક્યો. મારે બહુ સ્ટ્રગલ નહોતી કરવી પડી. ૯ વરસની વયે ડાન્સ શીખવા માંડયો અને એક બે વરસમાં અમુક ડાન્સ કમ્પીટીશન જીતી. અને ૧૧ વરસની ઉંમરે મને મિસ્ટર ઈન્ડિયાની જેવી મોટી ફિલ્મ મળી. એ સમયે ડાન્સની આવડતને કારણે ચાઈલ્ડ આર્ટિસ્ટને ફિલ્મ મળે એ મોટી વાત હતી પછી ૧૬ વરસની ટીનેજ વયે સરોજ ખાન સાથે આસિસ્ટન્ટ ડાન્સ ડાયરેક્ટર તરીકે જોયો અને મારી ગાી ચાલી નીકળી.
આ સંબંધમાં જ એક પૂરક પ્રશ્ન, મિસ્ટર ઈન્ડિયા પછી તમે એવું કેમ ન વિચાર્યું કે કોરિયોગ્ફીમાં નહિ, એક્ટિંગમાં કરીઅર બનાવીએ? અહમદભાઈ પોતાનો મુદ્દો સમજાવતા કહે છે, 'દેખિયે ઐસા હૈ કિ આપ બચ્ચે હો તો આપકો ચાઈલ્ડ એક્ટર કા રોલ મિલ સકતા હૈ, પરંતુ પછી એક એવો સ્ટેજ આવે છે જ્યારે તમે ન બાળક હો ન યુવાન. ૧૩ થી ૧૩ વરસની ઉંમર વચ્ચે કોઈ બાલ કલાકાર બની શકે અને ન હીરો બની શકે. આ જે ગેપ હોય એ મુશ્કેલ તબક્કો બની રહે છે. મારી સાથે આવું જ બન્યું અને મેં વિચાર્યું કે એક્ટિંગ અસાઈનમેન્ટ નથી મળતા તો ચલો ડાન્સમાં જ આગળ વધીએ. સરોજજી મને મિ. ઈન્ડિયાના વખતથી ઓળખતા હતા એટલે હું એમની સાથે જોડાઈ ગયો. એ સમયે તેઓ ઈન્ડસ્ટ્રીના નંબર વન કોરિયોગ્રાફર હતા. સમાપનમાં કોરિયોગ્રાફરને મિડીયામાંથી થોડા ટેક્નીકલ પણ તત્કાલીન અને ઈન્ટરેસ્ટિંગ સવાલ કરાય છે, 'સર, તમે તો સરોજ ખાનના વરસો સુધી શાગિર્દ રહ્યા છો અને સરોજજી ડાન્સમાં એક્સપ્રેશન (ચહેરા પરના ભાવ) ને બહુ મહત્ત્વ આપતા. પરંતુ કમનસીબે આજે ડાન્સ પર સ્પીડ અને એક્રોબેટિક હાવી થઈ ગયા છે. આ બદલાવને તમે કઈ રીતે જુઓ છો? અહમદ ખાન ખાસ્સો લાંબો પોઝ લીધા બાદ પોતાનો જવાબ આપે છે, ' હું ત એને પ્રોગ્રેસ તરીકે જોઉં છું. અગાઉ તો સોંગ અને ડાન્સ ઝાડ ફરતા જ ફિલ્માવાતા.રોમાન્ટિક સોંગ હોય કે ડાન્સ નંબર, બધા ડાન્સર એક લાઈનમાં ઊભા રહી એકસરખા સ્ટેપ કરતા. મારા મને એમાં આઈડિયાઝની ઉણપ હતી.પછી શમ્મી કપૂર પોતાની એક અલગ જ ડાન્સિંગ સ્ટાઈલ લઈને આવ્યા. પછી એક્ટરો ટ્રેઈન્ડ થતા ગયા અને વેસ્ટર્ન ડાન્સને ફોલો કરવા માંડયા. આ એક પ્રકારે સુધાર જ હતો.. એને તમે એક્રોબેટિક ન કહી શકો. આજે એક્ટરે પોતાના દર્શકોને ઈમ્પ્રેસ કરવા ઘણું બધું કરવું પડે છે. આજે મિથુન ચક્રવર્તી સ્ટાઈલનો ડિસ્કો ડાન્સ ન ચાલે. કોમન મેન જ્યારે સારો ડાન્સ કરતો થયોછે તો હીરોએ એનાથી બેટર સ્ટેપ્સ કરવા જ પડે. આજના સમયમાં સોંગના દરેક શબ્દ પર એક્સપ્રેશન આપવા આઉટડેટેડ ગણાય. એની કોઈ નોંધ પણ ન લે. એ હવે ચાલે નહિ.