અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ બોપલ ઘુમા વિસ્તારમાં એક બોલેરો પીકઅપ ચાલકે મહિલાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ હવે ફરી એકવાર અમદાવાદના બોપલ વિસ્તારમાંથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સાઉથ બોપલમાં એક કારચાલકે 2 રાહદારીઓને એડફેટે લઇ 10 ફૂટ સુધી ઢસેડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કારચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

