
Ahmedabad News: અમદાવાદ શહેરના ચકચારી મચાવનાર તથ્ય પટેલ કાંડ મામલે સમાચાર સામે ગ્રામ્ય કોર્ટમાંથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ઇસ્કોન ઓવર બ્રિજ પર અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને કોર્ટથી ઝટકો મળ્યો છે. તથ્ય પટેલની વધુ એક નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી છે.
મળતી માહિતી પ્રમાણે, દલીલો બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઓર્ડર કર્યો હતો. અગાઉ પણ સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવવાનું વલણ અપનાવતા અરજી પરત ખેંચી હતી. આરોપી તથ્યની વારંવારની અરજીઓથી ટ્રાયલ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના
અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે પર આવેલા ઈસ્કોનબ્રિજ પર આરોપી તથ્ય પટેલે મોડીરાત્રે લોકો પર જેગુઆર કાર ચઢાવી દેતાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મૃતકોમાં એક પોલીસકર્મી પણ હોવાનું સામે આવ્યું હતું. ઈસ્કોન બ્રિજ પર નાનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વાહન હટાવવા એકઠા થયેલા ટોળાં પર આરોપી તથ્ય પટેલે પૂરપાટ વેગે જેગુઆર કાર હંકારી દીધી હતી. જેથી ઈસ્કોન બ્રિજ પર કચડાયેલા મૃતદેહોના એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ટોળાએ આરોપીને ઘટનાસ્થળે ઝડપી લઈને મારપીટ કરીને પોલીસ હવાલે કર્યો હતો. જો કે, આરોપી તથ્ય પટેલ કાર હંકારતી વેળા નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું.