ચોમાસાની સિઝન સાથે જ અમદાવાદના રસ્તામાં ખાડા પડવાની સિઝન પણ પૂર બહારમાં ખીલી ઉઠી છે, અમદાવાદમાં હાલ એવી સ્થિતિ છે કે રોડમાં ખાડો છે કે ખાડા વચ્ચે ક્યાંક રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ પડી જાય છે. ચોમાસા દરમિયાન દેડકા જોવા મળે કે ન મળે પણ રસ્તામાં ખાડા અવશ્ય જોવા મળે છે. આ વખતે પણ ચોમાસાની સાથે જ ખાડા-ભૂવાની સમસ્યામાં વધારો થવાનું થવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય વરસાદમાં પાણી ભરવા અને ખાડા પડે નહીં ત્યાં સુધી ચોમાસું આવ્યું છે તેવું હવે લાગતું પણ નથી.

