
Ahmedabad News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં અમદાવાદમાંથી ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં વિશાલા જુહાપુરા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત થયું હતું.
અમદાવાદ શહેરમાં વિશાલા જુહાપુરા રોડ પર મોર્ડન સ્કૂલ પાસે બપોરના સમય દરમિયાન ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાન અને બે એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પીકઅપ વાહનના ડ્રાઇવરે બે એકટીવા પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રાહુલ સોહેલિયા નામના યુવકનું મૃત્યુ થયું હતું. ગંભીર અકસ્માતને પગલે પીકપ વાનના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.