Home / Gujarat / Ahmedabad : Ahmedabad Air India Plane Crash: Plane crashes into doctors' hostel, 8 feared dead, theft case revealed

Ahmedabad Air India Plane Crash: વિમાન ક્રેશ થઈને ડૉકટરોની હૉસ્ટેલ પર પડયું, 8નાં મોતની આશંકા, ચોરીની ઘટના સામે આવી

Ahmedabad Air India Plane Crash: વિમાન ક્રેશ થઈને ડૉકટરોની હૉસ્ટેલ પર પડયું, 8નાં મોતની આશંકા, ચોરીની ઘટના સામે આવી

Ahmedabad Air India Plane Crash News: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઑફ સમયે ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક અત્યંત કરુણ દૃશ્ય સામે આવ્યું છે. આ વિમાન નજીકમાં આવેલી ઈન્ટર્ન ડૉક્ટરની હૉસ્ટેલ પર અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી અને 8થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હૉસ્ટેલ સાથે વિમાન અથડાતાં ભયાવહ દૃશ્યો સર્જાયા
મળતી માહિતી મુજબ,ક્રેશ થયેલું વિમાન હૉસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.

જીવ બચાવવા લોકો બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા  
આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. નજરે જોનાર કેટલાંક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતાં 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદયા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.

રાહત કામગીરી વચ્ચે લૂંટની ઘટના
એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પણ સામે આવી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઇલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે.

વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
આ દરમિયાન, વિમાનનું અત્યંત મહત્ત્વપૂર્ણ બ્લેક બોક્સ ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્ત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Related News

Icon