Home / Gujarat / Ahmedabad : Man arrested for stealing ATM card

અમદાવાદમાંથી એટીએમ કાર્ડની ચોરી કરતો શખ્સ ઝડપાયો, પોલીસે 176 ATM કાર્ડ કર્યા જપ્ત

અમદાવાદમાંથી એટીએમ કાર્ડની ચોરી કરતો શખ્સ ઝડપાયો, પોલીસે 176 ATM કાર્ડ કર્યા જપ્ત

અમદાવાદમાંથી એટીએમ કાર્ડની ચોરી કરતો શખ્સ ઝડપાયો છે. નજર ચુકવીને એટીએમ કાર્ડની ચોરી કરી કે એટીએમમાં ખાતેદાર દ્વારા ભુલી જવામાં આવેલા કાર્ડ દ્વારા નાણાં ઉઠાંતરી કરીને ગુનો આચરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ શહેરની કાગડાપીઠ પોલીસે આરોપી પાસેથી ૧૭૬ જેટલા ડેબીટ કાર્ડ જપ્ત કર્યા છે. સુરતમાં રહેતો યુવક અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં એટીએમ પાસે વોચ ગોઠવતો અને તક મળતા તે એટીએમ કાર્ડ બદલીને પીન નંબર જાણી નાણાં ઉપાડી લેતો. આ અંગે કાગડાપીઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

૨૫ હજારની રોકડ અને અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો 

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસ પહેલા એટીએમમાંથી એક સિનિયર સિટીઝનની નજર ચુકવીને એક ગઠિયાએ એટીએમ કાર્ડ બદલીને નાણાંની ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જે અનુસંધાનમાં પોલીસે એટીએમના કેમેરાના ફુટેજના આધારે તપાસ કરીને અમિત જૈન (પુજા એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, સુરત)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી વિવિધ બેંકોના ૧૭૬ જેટલા એટીએમ કાર્ડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસને આરોપી પાસેથી ૨૫ હજારની રોકડ અને અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

 મદદ કરવાનું કહીને એટીએમ કાર્ડનો પીન નંબર જાણી લેતો 

આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એ ગોહિલે જણાવ્યું કે આરોપી અમિત જૈન અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ફરતો હતો. જેમાં તે એટીએમ નજીક રહીને નાણાં ઉપાડવા આવેલી વ્યક્તિને મદદ કરવાનું કહીને એટીએમ કાર્ડનો પીન નંબર જાણી લેતો હતો. ત્યારબાદ નજર ચુકવીને તે એટીએમ કાર્ડ બદલીને અન્ય એટીએમમાં જઇને  એટીએમમાંથી નાણાં ઉપાડી લેતો હતો. આ ઉપરાંત, તેને એટીએમમાંથી કોઇ વ્યક્તિના ભુલાઇ ગયેલા કાર્ડ પણ મળ્યા હતા. જેમાં તે અંદાજે પીન નંબર નાખીને નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમા કેટલાંક કિસ્સામાં તેને સફળતા મળી હતી. અત્યાર સુધીમાં તેણે કેટલા નાણાં ઉપાડયા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે કેટલાક કાર્ડ બેંક એકાઉન્ટ ધારકોએ બ્લોક કરાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Related News

Icon