Home / Gujarat / Ahmedabad : 20-year-old woman tests positive for COVID in Ahmedabad

અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, 20 વર્ષીય યુવતિ પોઝિટિવ; અત્યાર સુધી 8 કેસ 

અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, 20 વર્ષીય યુવતિ પોઝિટિવ; અત્યાર સુધી 8 કેસ 

અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. 20 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ આવી છે. શ્વાસ લેવામાં તકલીફ થતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 20 તારીખે જ એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાં આઇસોલેશન વોર્ડ સાથે સરકારી હોસ્પિટલો સજ્જ

વધતાં કેસોને પગલે કેન્દ્ર સરકારે ગુજરાત આરોગ્ય વિભાગને પણ સતર્ક રહેવા સૂચના આપી છે. ગુજરાતમાં કોરોનાએ ફરી દેખા દીધી છે પરિણામે આગોતરી તૈયારીના ભાગરૂપે સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયાં છે.

અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર

અમદાવાદમાં કોરોનાના કેસો કાચબાગતિએ વધી રહ્યાં છે તે જોતા અમદાવાદની સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. 

ઓક્સિજન ટેન્ક ઉપરાંત પીપીઇ કીટ, દવાઓ સાથે ડોક્ટરોની ટીમ તૈયાર કરાઇ છે. આ ઉપરાંત કોરોનાના વેરિએન્ટ પર પણ નિષ્ણાતો ધ્યાન રાખી રહ્યાં છે. નવો વેરિએન્ટ આવે તો શું કરવું તે માટે પણ આગોતરી તૈયારીઓ સાથે આયોજન કરાયુ છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલોને પણ સૂચના અપાઇ છે કે, શંકાસ્પદ દર્દી આવે તો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવા નક્કી કરાયુ છે. આમ, કેન્દ્રીય આરોગ્ય વિભાગની સૂચનાને પગલે આરોગ્ય વિભાગ સતર્ક થયુ છે અને રાજ્યમાં કોરોનાના દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

Related News

Icon