Ahmedabad news: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહનચોરી, ચોરી, અપહરણ અને હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલ પાસે રાત્રિના સમયે પોતાના દીકરા માટે નાસ્તો લેવા ગયેલા વ્યકિતને પાંચથી સાત લોકો સાથે બોલાચાલી થયા બાદ આ લોકોએ એ વ્યકિતનું અપહરણ કરી લીધું હતું. જે બાદ લોખંડના પાઈપ અને લાકડીઓ વડે માર મારતા મોત થયું હતું. પોલીસે મૃતકની પત્નીના ફરિયાદના આધારે બે શખ્સો અને એક સગીરની અટકાયત કરીને ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.

