Home / Gujarat / Ahmedabad : Trader attacked with sword in Gomtipur

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ પોલીસને ફેંક્યો પડકાર, ગોમતીપુરમાં તલવાર સાથે વેપારી પર કર્યો હુમલો

અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વોનો આતંક જોવા મળ્યો છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં જ્યુસની લારી ચલાવતા વેપારી પર તલવાર સાથે હુમલો કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવ્યા બાદ અમદાવાદ પોલીસ સામે સવાલ ઉભા થયા છે. અમદાવાદ પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેમ અસામાજિક તત્ત્વો જાહેરમાં તલવાર અને લાકડા લઇને આતંક મચાવતા જોવા મળ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદમાં ફરી અસામાજિક તત્ત્વોનો આતંક

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં જાહેર રોડ પર જ્યુસના વેપારીની લારીમાં તલવાર વડે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. યુવકે ઉછીના રૂપિયા નહીં આપતા અસામાજિક તત્ત્વો તલવાર લઇને આવ્યા હતા અને રૂપિયા ના આપનાર યુવકના ભાઇની જ્યુસની લારીમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી

અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં જ કેટલીક એવી ઘટનાઓ બની છે જેને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં બનેલી કેટલીક ઘટનાઓએ અમદાવાદ પોલીસ સામે સવાલ ઉભા કર્યા છે.

વસ્ત્રાલ (માર્ચ 2025): અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શાશ્વત સોસાયટી નજીક 15થી 20 લોકોના ટોળાએ જાહેરમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવ્યો હતો. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી અને ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ ઘટનાનો મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી.

જુહાપુરા (એપ્રિલ 2025): શહેરના જુહાપુરા વિસ્તારમાં છરી અને લાકડીઓ વડે અસામાજિક તત્ત્વોનો મારામારી કરતો વીડિયો વાયરલ થયો હતો જેનાથી રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ખોખરામાં તોડફોડ (એપ્રિલ 2025): ખોખરા વિસ્તારમાં એક પ્રેમ પ્રકરણને લઈને બે શખ્સોએ યુવકના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપીઓની હરકતો દેખાઈ હતી.

અજીત મિલ વિસ્તારમાં હુમલો (એપ્રિલ 2025): અમદાવાદ પૂર્વના અજીત મિલ પાસેની એક સોસાયટીમાં અસામાજિક ટોળાએ તલવાર, ધોકા અને પથ્થરો વડે પરિવાર પર હુમલો કર્યો હતો, જેનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઓઢવમાં ધાર્મિક સ્થળ પર હુમલો (એપ્રિલ 2025): ઓઢવ વિસ્તારમાં ઈસ્ટરના દિવસે ચર્ચ પર હુમલો થયો હતો, જેમાં બજરંગ દળ અને VHPના કેટલાક લોકો લાકડીઓ, છરીઓ અને લોખંડના કડા સાથે પ્રાર્થના સભામાં ઘૂસી ગયા હતા અને મહિલાઓ તથા બાળકોને ધમકાવ્યા હતા.

 

Related News

Icon