
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો રાજ્યભરમાં ભારે આતંક જોવા નળી રહ્યો છે. એવામાં અમદાવાદમાં પોલીસ કમિશ્નરની અધિકારીઓ સાથે આ અંગે બેઠક યોજવામાં આવી હતી જેમાં અમદાવાદ શહેરમાં કાર્યરત આ પ્રકારના અસામાજીક તત્વોની યાદી રજૂ કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પહોંચીને ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી હતી. પોલીસ કમિશનર જી.એસ.મલિકે ભૂતકાળમાં આચરેલ ગુનેગારોને મળ્યા હતા અને કાયદામાં રહેવાની ચેતવણી પણ આપી હતી.
આ બેઠકમાં 1481 ગુનેગારોની યાદી બનાવીને રજૂ કરવામાં આવી હતી. જેમાં અનેક આરોપીઓ પાસામાં જઈને આવ્યા છે. અનેક આરોપીઓ તડીપાર જઈ આવ્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની કામગીરી ખૂબ પ્રસંશનીય છે. પહેલા દર રવિવારે ગુનેગારોને બોલાવવામાં આવતા હતા. છેલ્લા 10-12 વર્ષથી આ કામ બંધ થઈ ગયું છે. પહેલા અલગ અલગ સ્કોર્ડ હતા, ઘરફોડ સ્કોર્ડ અને ચોરીની ઘટના જેવા 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતી. આ તમામની પૂછપરછ કરી અસામાજીક પ્રવૃત્તિઓ છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. હવે દર રવિવારે આ કામગીરી કરવામાં આવશે.
કુલ 1481 ગુનેગારોની યાદી તૈયાર કરાઈ
ગુનાનો પ્રકાર | આરોપીઓની સંખ્યા |
---|---|
બુટલેગર | 303 |
જુગારના આરોપીઓ | 21 |
શરીર સંબંધી આરોપીઓ | 687 |
મિલકત સંબંધી આરોપીઓ | 424 |
અન્ય (NDPS અને અન્ય ગુના) | 46 |
353 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવાયા
ગુનાનો પ્રકાર | આરોપીઓની સંખ્યા |
---|---|
ચેઇન સ્નેચિંગના | 60 |
વાહન ચોરીના | 139 |
મોબાઈલ સ્નેચિંગના | 70 |
શરીર સંબંધી ગુના આચરનાર | 8 |
લૂંટ અને ઘરફોડ ચોરી કરનાર | 4 |
અન્ય ચોરી કરનાર | 72 |