
Ahmedabad News: ગુજરાતીઓ ખાણીપીણીના ભારે શોખીન હોય છે. પરંતુ કેટલીક વખત ખાણીપીણીનો વ્યવસાય કરનારાઓની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. જેને પગલે અવાર નવાર તંત્ર દ્વારા ઠેક ઠેકાણે રેડ પાડીને તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. એવામાં હવે અમદાવાદના મેકડોનલ્ડ્સને સીલ મારવાનો વારો આવ્યો છે.
મેકડોનાલ્ડના બર્ગર ખાતા લોકો ચેતી જજો
પ્રહલાદનગર સ્થિત મેકડોનલ્ડ્સને સીલ મારવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, AMC ના આરોગ્ય વિભાગ દ્વારા એકમ સીલ કરાયું છે. વેજ અને નોનવેજ ખાદ્ય એકમમાં તકેદારી ન રાખવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. તેમજ AMC દ્વારા તપાસ કરતા રસોડામાં પણ ગંદકીનું પ્રમાણ મળી આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.