અમદાવાદમાં બે દિવસીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાયું છે. અમદાવાદના સરકાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં આયોજિત બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટી સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, પી. ચિદમ્બરમ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને કેટલાક અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા.

