
Ahmedabad Plane Crash: ગત 12મી જૂન ગુરુવારની બપોરના 1.38 વાગ્યે અમદાવાદથી લંડન જનારું વિમાન ક્રેશ થયા બાદ મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થયેલી એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ જે રીતે મોતનો આંકડો વધતો ગયો અને એમાં વિશેષ કરીને રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. જે બાદ તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ગીર-સોમનાથ ખાતે ત્રિવેણી સંગમમાં સ્વ.વિજયભાઈ રૂપાણીના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના પરિવારના અને સ્થાનિક આગેવાનો પણ ઉમટી પડયા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેસ ઘટનામા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રુપાણીના નિધન બાદ આજરોજ પત્ની અંજલીબેન રુપાણી,પુત્ર, પુત્રી તથા પરિવાર દ્વારા ,નીતિન ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા ,પૂર્વ પાલિકા ઉપપ્રમુખ ઉદય શાહ, સ્થાનિક તીર્થ પુરોહિતો સહિતની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ શારદામઠ ખાતે પૂજાવિધિ બાદ ત્રિવેણી સંગમ ઘાટ પર સ્વ. વિજયભાઈ રુપાણીના અસ્થિનું વિસર્જન કરાયુ હતુ અને ત્યારબાદ ઘાટ પર શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.